Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

તાપસીનું વિજળીનું બિલ 36000 આવ્યું : અદાણી ઇલેક્ટ્રિસ્ટીને કર્યા ધારદાર સવાલ

આ બીજા ઘરનું બિલ, જ્યાં કોઈ નથી રહેતુ. અહીં અઠવાડિયામાં ફક્ત એક વાર સફાઈ થાય છે

મુંબઇઃ એક્ટ્રેસ તાપસી પન્નુએ ટ્વીટર પર વિજળીના બિલમાં થયેલા વધારાની ફરિયાદ કરી છે. તાપસીએ ટ્વીટર પર વિજળીના બિલની તસવીર શેર કરતા લખ્યું કે કંપનીએ તેને એક મહિના માટે 36 હજાર રૂપિયાનું વિજળી બિલ મોકલ્યુ છે. તાપસીએ મજાક કરતા લખ્યુ કે, શું તે એવા કોઈ ઉપકરણ લાવી છે, જેનાથી વિજળીનો વધુ વપરાશ થઇ રહ્યો છે?

તાપસીએ ટ્વીટર પર લખ્યુ કે લોકડાઉનના ત્રણ મહિના થયા અને હું વિચારી રહી છું કે, ગત મહિને અપાર્ટમેન્ટમાં હું એવું તો ક્યુ નવું ઉપકરણ લાવી અથવા વપરાશ કર્યો, જેના કારણે વિજળીના બિલમાં વધારો થઇ ગયો. તાપસીએ અદાણી ઇલેક્ટ્રિસિટીને ટેગ કરતા પૂછ્યુ કે તમે ક્યા આધાર પર બિલ વસૂલ કરી રહ્યા છો?

તાપસીએ એક બીજા ઘરનું વિજળીનું બિલ પણ શેર કર્યુ, જે ખાલી છે. તાપસીએ તેના પર ટ્વીટ કરતા લખ્યુ કે આ બીજા ઘરનું બિલ, જ્યાં કોઈ નથી રહેતુ. અહીં અઠવાડિયામાં ફક્ત એક વાર સફાઈ થાય છે. હું હવે હેરાન છું કે કોઈ મારી જાણકારી બહાર આ ઘરનું ઉપયોગ કરી રહ્યો છે અને તમે આ ખુલાસા કરવામાં અમારી મદદ કરી છે.

(8:49 pm IST)