Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

એક્ટ્રેસને વીજ કંપનીએ મોકલ્યું ૧ લાખ રૂપિયાનું બિલ

નારાજ થઈ ઠાલવ્યો ગુસ્સો

મુંબઈ, તા. ૨૮ : સમગ્ર દુનિયા છેલ્લા અનેક મહિનાઓથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે. આ મહામારીના કારણે મોંઘવારી તો વધી જ છે ઉપરાંત મંદીના કારણે પણ લોકોએ રોજગારથી હાથ ધોવા પડયા છે અને તેમની પાસે ખર્ચ કરવા માટે રુપિયા પણ નથી. આ દરમિયાન હવે એક્ટ્રેસ કાર્તિકા નાયરને વીજ કંપની અદાણી ઈલેક્ટ્રિસિટીએ ઝટકો આપ્યો છે. એક્ટ્રેસે જણાવ્યું છે કે, કંપનીએ જૂન મહિનાનું તેને આશરે એક લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે.

 સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ શૅર કરતા એક્ટ્રેસે લખ્યું કે, 'અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈમાં શું ગોટાળો કરી રહી છે ? જૂન મહિનાનું વીજબિલ ૧ લાખ રુપિયાની આસપાસ છે (આ તેમના અંદાજા પર જ આધાર છે કારણકે લોકડાઉનમાં તેમણે મીટર રીડિંગ તો લીધું નથી.) મુંબઈકરની આવી અનેક ફરિયાદો આવી રહી છે.'

 કાર્તિકાની આ ફરિયાદ પર સોશિયલ મીડિયા પર અદાણી ઈલેક્ટ્રિસિટીએ પણ જવાબ આપ્યો છે. તેમણે એક્ટ્રેસ કાર્તિકાને મેસેજ મોકલીને પોતાનો જવાબ મોકલ્યો છે. નોંધનીય છે કે કાર્તિકા નાયર જુનિયર એનટીઆર સાથે ફિલ્મ 'દમ્મુ' અને નાગા ચૈતન્ય સાથે ફિલ્મ 'જોશ'માં જોવા મળી છે.

(12:30 pm IST)