Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

દબંગ-3માં વિનોદ ખન્નાનું પાત્ર ભજવશે આ શખ્સ

મુંબઇ:સુપર સ્ટાર સલમાન ખાનની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડીમાં એના સાવકા પિતાનો રોલ હવે પ્રમોદ ખન્ના કરશે એવી જાહેરાત ખુદ સલમાન ખાને મિડિયા સમક્ષ કરી હતી.

પ્રમોદ ખન્ના સદ્ગત વિનોદ ખન્નાના ભાઇ છે. દબંગની પહેલી બે કડીમાં ચુલબુલ પાંડેના સાવકા પિતાનો રોલ વિનોદ ખન્નાએ કર્યો હતો. ૨૦૧૭માં વિનોદ ખન્ના કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ દબંગની કડીમાં વિનોદનો રોલ કોણ કરશે એવો સવાલ સતત ચર્ચાતો રહ્યો હતો.

(5:09 pm IST)