Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મને મારો વિચાર પ્રગટ કરવાનો પૂરો હક્ક છે : રિચા ચઢ્ઢા

મુંબઈ: મોખરાની અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્ય હતું કે હું કોઇ રાજકીય પક્ષની એજન્ટ નથી. મને મારા વિચારો જાહેર કરવામાં કોઇ ખંચકાટ થતો નથી. ફર્સ્ટ પોસ્ટ ડૉટ કોમના સોશ્યલ મિડિયા સ્ટાર પ્રોગ્રામમાં એને કહેવામાં આવ્યું હતું કે તમારાં કેટલાંક વિધાનો રાષ્ટ્રવિરોધી હોવાનો આક્ષેપ થયો હતો. એ વિશે તમારે શું કહેવાનું છે ? એના જવાબમાં રિચાએ આ વિધાન કર્યું હતું. એણે કહ્યું કે સરકાર એેટલે સર્વિસ પ્રોવાઇડર. (સેવાધારી). એને એ કામ વારંવાર યાદ કરાવવું પડે. આમાં રાષ્ટ્રવિરોદી કશું નથી. પરંતુ વિકાસલક્ષી, એકતાલક્ષી અને દેશની હસ્તી માટે લાંબે ગાળે કેવું પરિણામ આવશે એના વિશે બોલવાની વાત છે. સરકારને એની ફરજ યાદ કરાવવી એ રાષ્ટ્રવિરોધી કામ શી રીતે કહેવાય એ મને સમજાતું નથી. 'કોઇ એક પક્ષ અત્યારે સત્તા પર છે માટે એની ટીકા કરી છે અને આવતી કાલે કોઇ બીજો પક્ષ સત્તા પર આવે ત્યારે મોઢું બંધ કરી દઇશ એવું નથી. હું સતત મારા વિચારો પ્રગટ કરતી રહી છું અને કરતી રહીશ. આ તો મારા મૂળભૂત અધિકારની વાત છે. અને હું કોઇ રાજકીય પક્ષની દલાલ કે એજન્ટ નથી. એક નાગરિક તરીકે મને મારા વિચારો પ્રગટ કરવાનો અધિકાર છે.
 

(4:30 pm IST)