Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાકાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

મુંબઈ: બૉલીવુડ નિદેશક વિશાલ ભારદ્વાજની અપકમિંગ ફિલ્મ પટાકા નો પહેલો લૂક સામે આવ્યો છે જેમાં બે મહિલાઓ લડતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પોસ્ટરના રિલીઝ થતાંજ ઈન્ટરનેટ પર સનસની મચી જવા પામી છે. વિશાલ ભારદ્વાજે ટ્વિટર પર આ પોસ્ટર રિલીઝ કર્યું છે. વિશાલે ફોટો શેયર કરતા લખ્યું કે  બે બેહનો યુદ્ધરનો આરંભ 28 સપ્તેમ્બેર. વિશાલની આ ફિલ્મમાં બે બહેનના ઝગડાને બતાવવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે. આ ફિલ્મમાં લીડ રોલમાં દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા છે. સાન્યા સિવાય ટીવી અભિનેત્રી રાધિકા મદન તથા કોમેડિયન સુનિલ ગ્રોવર પણ લીડ રોલમાં નજરે પડશે.

(4:27 pm IST)