Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કૃતિકાએ પહેલીવાર પહેરી બિકીનીઃ ચાહકો ચોંક્‍યા

ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી કૃતિકા કામરા પોતાની બોલ્‍ડ તસ્‍વીરોને કારણે ચર્ચામાં આવી છે. તે થાઇલેન્‍ડમાં વેકેશન માણવા ગઇ હતી. ત્‍યાં તેણે પહેલી વખત બિકીની પહેરી હતી અને પોતાની આ તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરી હતી. ચાહકોએ તેના આ લૂકને વખાણ્‍યો હતો. ગુલાબી રંગની બિકીનીમાં તે ખુબ જ હોટ દેખાઇ રહી હતી. આ તસ્‍વીરો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. કૃતિકા પહેલી જ વખત આવા બોલ્‍ડ અંદાજ સાથે તેના ચાહકો સામે આવી હોઇ તેની ખુબ ચર્ચા થઇ રહી છે. પ્‍યાર કા બંધન અને કિતની મોહબ્‍બત નામના શોથી તે જાણીતી બની હતી. કરણ કુંદ્રા સાથેની તેની રિલેશનશીપ હતી, પણ બાદમાં બ્રેકઅપ થઇ ગયું હતું. 

 

(9:06 am IST)