Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ટાઇગર કોઇને તકલીફ આપતો નથીઃ ક્રિતી

પહેલી ફિલ્‍મ હિરોપંતીથી જ લાખો ચાહકો ઉભા કરી ચુકેલા ટાઇગર શ્રોફના ચાહકોમાં બાગી-૨ પછી જબરદસ્‍ત વધારો થયો છે. ટાઇગરની આ લોકપ્રિયતાનો લાભ મોટા બેનરો ઉઠાવવા માંગે છે. ટાઇગર હવે આદિત્‍ય ચોપડાના યશરાજ ફિલ્‍મ્‍સ અને કરણ જોહરના ધર્મા પ્રોડક્‍શનની ફિલ્‍મો પણ કરી રહ્યો છે. આ ઉપરાંત તેની પાસે રેમ્‍બોની હિન્‍દી રિમેક પણ છે. ટાઇગર સાથે હોટ હિરોઇન ક્રિતી સેનને પણ ફરીથી કામ કરવાની ઇચ્‍છા દર્શાવી હતી. ટાઇગર અને ક્રિતીએ હિરોપંતી ફિલ્‍મથી કારકિર્દી શરૂ કરી હતી. હવે બંનેએ બોલીવૂડમાં સ્‍થાન બનાવી લીધું છે. ક્રિતી કહે છે ટાઇગર ખુબ જ શરમાળ અને સીધોસાદો વ્‍યક્‍તિ છે, તે કોઇને તકલીફ આપતો નથી. તેની સાથે વધુ ફિલ્‍મ કરવાની મારી ઇચ્‍છા છે. બાગી-૩ બને તો પોતાને ચાન્‍સ મળે તેવું ક્રિતી ઇચ્‍છે છે.

(9:06 am IST)