Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

લોકપ્રિય ગાયિકા-અભિનેત્રી સંજીતા ભટ્ટાચાર્ય ધ બ્રોકન ન્યૂઝમાં સોનાલી બેન્દ્રે સાથે ચમકશે

મુંબઈ: નેટફ્લિક્સ શ્રેણી "ફીલ્સ લાઇક ઇશ્ક" માં અભિનેત્રી તરીકે ચમકદાર પદાર્પણ કરનાર ગાયિકા સંજીતા ભટ્ટાચાર્ય હવે Zee5 પર BBC સ્ટુડિયોના શો "ધ બ્રોકન ન્યૂઝ" માં સોનાલી બેન્દ્રે સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી રહી છે. આ શોમાં શ્રિયા પિલગાંવકર પણ છે. સંજીતા ‘ધ બ્રોકન ન્યૂઝ’માં પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. આ શો એક ન્યૂઝ ચેનલ વચ્ચેના સંઘર્ષને હાઈલાઈટ કરે છે. એક જે સત્ય માટે પ્રયત્ન કરે છે અને બીજા જે સનસનાટીભર્યા સમાચાર શોધે છે. ‘ધ બ્રોકન ન્યૂઝ’માં સંજીતા પત્રકાર જુહી શેરગીલ તરીકે જોવા મળશે, જે ન્યૂઝ ચેનલ ‘આવાઝ ભારતી’ માટે કામ કરે છે. સોનાલી બેન્દ્રે તેની બોસ અમીના કુરેશીનું પાત્ર ભજવી રહી છે.

(5:26 pm IST)