Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

જો તમે એવા કોઇ પોઝ ઇચ્‍છતા હો તો તમારે ભાગ્‍યશ્રીને પુછવુ પડશેઃ મેં ત્‍યારે સલમાન ખાનની પ્રતિક્રિયાનું સન્‍માન કર્યું: ભાગ્‍યશ્રીએ યાદ કર્યા સંસ્‍મરણો

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે 'મૈને પ્યાર કિયા' ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. જો કે ત્યારબાદ તે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી હતી અને હવે તે પ્રભાસની આગામી ફિલ્મથી પોતાની વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભાગ્યશ્રી કંગના રનૌત સાથે ફિલ્મ થલાઈવીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મૈને પ્યાર  કિયાના ફોટોશૂટ દરમિયાન એક ફોટોગ્રાફરે સલમાન ખાનને ભાગ્યશ્રીને સ્મૂચ કરવાની સલાહ આપી હતી. જેને સાંભળીને સલમાન ખાને તરત જ ના પાડી દીધી તી. આ ઘટનાને લઈને ભાગ્યશ્રી ફરીએકવાર ચર્ચામાં છે.

અહેવાલ મુજબ તેનો જવાબ આપતા ભાગ્યશ્રીએ કહ્યું કે, 'તે સમયે એક બહુ લોકપ્રિય ફોટોગ્રાફર હતાં, જે હવે રહ્યાં નથી, તેઓ સલમાન ખાન અને મારી કેટલીક 'હોટ' તસવીરો ક્લિક કરવા માંગતા હતાં. આથી તેમણે સલમાન ખાનને એકબાજુ લઈ જઈને કહ્યું કે હું જ્યારે કેમેરા સેટ કરીશ, તો તમે બસ તેને પકડીને સ્મૂચ કરી લેજો.'

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'અમે બધા નવા લોકો હતાં અને આ ફોટોગ્રાફરે વિચાર્યું કે તેમની પાસે એવું કઈંક કરવાની સ્વતંત્રતા છે. તે સમયે સ્મૂચિંગ કરનારા દ્રશ્યો પ્રચલિત નહતાં. મને નથી લાગતું કે તેઓ (ફોટોગ્રાફર) કે સલમાન ખાનને ખબર હતી કે હું ત્યાં જ ઊભી હતી, અને તેમની વાતો સાંભળી શકતી હતી. એક સેકન્ડ માટે તો હું સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ ત્યાં જ મે સલમાન ખાનને એમ કહેતા સાંભળ્યો કે હું આવું કઈં જ કરવાનો નથી. જો તમે એવા કોઈ પોઝ ઈચ્છતા હોવ તો તમારે ભાગ્યશ્રીને પૂછવું પડશે. મેં સલમાન ખાનની પ્રતિક્રિયાનું સન્માન કર્યું અને ત્યારે મને અહેસાસ થયો કે હું સુરક્ષિત લોકો વચ્ચે છું.'

ભાગ્યશ્રીએ એવો પણ ખુલાસો કર્યો કે સલમાન ખાન અને સૂરજ બડજાત્યા સાથે એકવાર ફરીથી કામ કરવા મળશે તો તેના માટે ખુશીની વાત રહેશે. 

(5:12 pm IST)
  • હિમાચલ પ્રદેશમાં PPE કૌભાંડ મામલે બીજેપી પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું : નૈતિકતાના આધાર ઉપર રાજીનામું આપ્યું : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ આવી હિંમત દેખાડે : કોંગ્રેસ અગ્રણી દિગ્વિજય સિંહના ટ્વીટથી ભાજપ આગેવાનો ખફા : તમે પણ રેત અને શરાબ માફિયાઓ સાથે જોડાયેલા છો : એકબીજા ઉપર કાદવ ઉછળવાનુ શરૂ access_time 5:26 pm IST

  • રાજકોટમાં પવનનું જોર ૩૪ કી.મી.ની ઝડપે ફુંકાય છેઃ ગરમી ૪૧ ડિગ્રી access_time 3:53 pm IST

  • દેશના મ્યુનીસીપલ કમિશ્નરોના અભિપ્રાય મેળવતી મોદી સરકાર : પ્રથમ વખત લોકડાઉન -૪ પુરૂ થયા પહેલા કેન્દ્રીય કેબીનેટ સચીવે દેશના મોટા શહેરોના મ્યુનીસીપલ કમિશ્નરો સાથે વાતચીત કરી હતી. નવા લોકડાઉન-૫ની રૂપરેખાને આખરી ઓપ અપાઇ રહયો છે. access_time 11:29 am IST