Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

‘દિવાર' ફિલ્‍મમાં નીચેની તરફ ગાંઠ બાંધેલ શર્ટ અને ખભા ઉપર પડેલ રસ્‍સી હકીકતમાં સિલાઇકામમાં થયેલ ભુલને છુપાવવાનો પ્રયાસ કરવા મુકાઇ હતીઃ અમિતાભ બચ્‍ચનનું ટ્‍વિટ

મુંબઇ: બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આમ તો દરેક ફિલ્મે સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે. પરંતુ તેમની કેટલીક ફિલ્મોએ જે રેકોર્ડ બનાવ્યો છે, જે અનોખા છે. આ ફિલ્મોમાં બિગબીએ બોલિવુડમાં જે સ્થાપિત કર્યું છે, તેમાં તેની એન્ગ્રી યંગ મેનની છબી વધુ મજબૂત થઈ છે. આ ફિલ્મ હતી દીવાર. 1975માં બેસ્ટ ફિલ્મના સન્માનની સાથે દીવારને 6 ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. દીવાર ફિલ્મ તે સમયે કમાણીના મામલામાં ચોથા સ્થાન પર હતી.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શશી કપૂર ઉપરાતં નિરુપા રોયના રોલને પણ બહુ જ વખાણ મળ્યા હતા. પરંતુ ફિલ્મમાં પરવીન બોબીના રોલને પણ વખાણવામાં આવ્યો હતો. આ ઉપરાંત નીતુ સિંહ અને શશી કપૂરની જોડી પણ મસ્ત બની હતી. મદન પુરી અને ઈખ્તેખારનું કામ પણ કાબિલેતારીફ હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

બચ્ચને ટ્વિટ પર શેર કર્યું કે, દીવાર ફિલ્મમાં નીચેની તરફ ગાંઠ બાંધેલું શર્ટ અને ખભા પર પડેલ રસ્સી હકીકતમાં સિલાઈકામમાં થયેલી ભૂલને છુપાવવાનો પ્રયાસ કરવા મૂકાઈ હતી. શર્ટ બહુ જ મોટું હતું. તેથી તેને નીચે ગાંઠ બાંધવામાં આવી હતી. ખાલી પેન્ટની સાથે બ્લ્યૂ ડેનિમનું શર્ટ અને શોલ્ડર પર રાઉન્ડ ફોલ્ડરસ્સી મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો અત્યાર સુધીનો સૌથી પોપ્યુલર સ્પેશિયલ લૂક રહ્યો છે.

માત્ર મુંબઈમાં જ એ જમાનામાં ફિલ્મે એક કરોડ રૂપિયા એકઠા કર્યા હતા, એ પણ ત્યારે જ્યારે સિનેમાની ટિકીટનો વધુમાં વધુ ભાવ ત્રણ રૂપિયા રહેતો હતો. દીવારને ભારતમાં અલગ અલગ ભાષાઓમાં રિમેક કરવામાં આવી હતી. તેને તેલુગુમાં મગાડ (1976), તમિલમાં દી (1981) અને મલયાલમમાં નાડી મુથલ નાડી વોર નામથી બનાવવામાં આવી હતી.

(5:05 pm IST)