Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

એમેઝોન પ્રાઈમ વિડિયોની 'પોનમાગલ વંધલ'કાલથી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ

૨૦૦થી વધુ દેશોમાં થશે ઉપલબ્ધઃ જ્યોતિકાનો મુખ્ય રોલ

મુંબઇ તા. ૨૭: એમેઝોન પ્રાઈમ વિડિયો પર ફિલ્મની રિલીઝ પેહલા પોનમાગલ વંધલના નિર્માતાએ આજે તેના પેહલા ડિજિટલ પ્રીમિયરની મેજબાની કરી છે. દક્ષિણ ઇન્ડસ્ટ્રીના અભિનેતા, નિર્દેશક અને અન્ય હસ્તીઓની આ પ્રથમ તમિળ ફિલ્મ સ્ક્રિનિંગનો ભાગ છે જે થિયેટરમાં રિલીઝ થવાની હતી પણ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે.

આ વિશે વાત કરતાં અભિનેત્રી જયોતિકાએ કહ્યું હતું કે અમે ઉત્સાહિત છીએ કે પોનમાગલ વંધલ એ પહેલી તમિળ ફિલ્મ છે  જે ૨૯મેના રોજ ડાયરેકટ-ટુ-સ્ટ્રીમ પર લોન્ચ થશે. દરેક અભિનેતા ચુનોતી પૂર્ણ ભૂમિકાઓ શોધી રહ્યો છે જે તેના અભિનયને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. મારુંં પાત્રનો શ્રેષ્ઠ અભિનય છે. મને આનંદ છે કે મેં એક મજબૂત સ્ત્રીનો રોલ નિભાવ્યો છેે, જે ન્યાયની શોધમાં આગળ વધશે.

પોનમાગલ વંધલ તેમના બેનર ૨ ડી એન્ટરટેઈનમેન્ટ હેઠળ જયોતિકા અને સૂર્યનું પ્રોડકશન છે. નિર્માતા સૂર્ય શિવકુમાર છે અને આ ફિલ્મનું નિર્દેશન જેજે ફ્રેડ્રિક દ્વારા કરવામાં આવ્યું છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર વિશ્વભરમાં પ્રીમિયર કરનારી પ્રથમ તમિલ ફિલ્મ હોવાના કારણે, પોનમાગલ વંધલ આવતી કાલથી ૨૦૦ થી વધુ  દેશો અને પ્રદેશોમાં સ્ટ્રીમ થવા માટે ઉપલબ્ધ રહેશે. જ્યોતિકા બોલીવૂડમાં પણ કામ કરી ચુકી છે.

(4:00 pm IST)