Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

બે વર્ષમાં અજયની સાત ફિલ્મો

લોકડાઉનમાં બોલીવૂડના અનેક સુપરસ્ટારની મોટી ફિલ્મો અટકી ગઇ છે.  સિંઘમ અજય દેવગણની જ સાત ફિલ્મો એક પછી એક કતારમાં છે. આ ફિલ્મો આ વર્ષના અંતથી માંડી આવતા બે વર્ષ સુધીમાં રિલીઝ થવાની શકયતા છે. અજયની ફિલ્મ મૈદાનનું શુટીંગ શરૂ થઇ ગયું હતું. પરંતુ તે વચ્ચે છોડી દેવું પડ્યું છે. હવે તે વધુ ધ્યાન ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પર આપી રહ્યો છે. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થાય તેવી શકયતા છે. આ ફિલ્મ માટે વીએફએકસ અને સ્પેશિયલ ઇફેકટસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અજયની કંપની એનવાયના સુપરવાઇઝર નવીન પોલે કહ્યું હતું કે ફિલ્મ ૧૯૭૧ની ભારત-પાકિસ્તાન લડાઇ પર છે. ફિલ્મમાં વધુ પડતા વીએફએકસનો ઉપયોગ થશે નહિ. આ ફિલ્મના વીએફએકસ માટે મુંબઇ અને હૈદરાબાદમાં ૩૦૦ લોકો ઘરે બેઠા કામ કરી રહ્યા છે. અજયની અન્ય ફિલ્મોમાં સૂર્યવંશમ, રેડ-૨, સિંઘમ-૩, ગોલમાલ-૫ સહિત સામેલ છે. રોહિત શેટ્ટી હાલમાં સિંઘમ-૩ અને ગોલમાલ-૫ પર ખાસ ધ્યાન આપી રહ્યો છે.

(9:38 am IST)