Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કરીનાને હજુ પણ છે એ વાતનું દુઃખ

કરીના કપૂર અને સૈફ અલી ખાને ઘણી ફિલ્મો સાથે કરી છે. તો એવું પણ થયું છે કે અગાઉ સૈફ અલી ખાને પોતાને ઓફર થઇ હોય તેવી ફિલ્મો ઠુકરાવી દીધી હોઇ અને પછી એ ફિલ્મ હિટ થઇ હોય. આવી જ એક ફિલ્મ હતી તલાશ. આ ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર અને રાની મુખર્જીની મુખ્ય ભુમિકા હતી. ફિલ્મ ખાસ ચાલી નહોતી છતાં વાહવાહી થઇ હતી. કરીના કહે છે કે આ ફિલ્મ સોૈ પહેલા સૈફને ઓફર થઇ હતી પરંતુ તેણે શા માટે ના કહી એ વાત હું આજ સુધી સમજી શકી નથી. મેં જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે હું એ ફિલ્મનો ભાગ નહોતી. આમિર ખાનની પસંદગી થયા પછી મને અને રાનીને આ ફિલ્મ માટે લેવામાં આવ્યા હતાં. કરીના કહે છે એ વખતે મારી બીજી એક ફિલ્મ હિરોઇન પણ રિલીઝ થઇ હતી. એ ફિલ્મ પણ અસફળ રહી હતી. તેના માટે મેં ભરપુર મહેનત કરી હતી. છતાં ફિલ્મને બોકસ ઓફિસ પર લોકોએ નકારી કાઢી હતી. તેનું દુઃખ મને આજ સુધી છે. છેલ્લે અંગ્રેજી મિડિયમમાં જોવા મળેલી કરીના હવે આમિર ખાન સાથે લાલસિંહ ચઢ્ઢામાં મુખ્ય રોલમાં દેખાશે.

(9:37 am IST)