Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આતુરતાનો અંત :રજનીકાંતની ફિલ્મ ‘કાલા’નું ટ્રેલર રિલીઝ

નાના પાટેકરનું સ્લમ એરિયામાં સંબોધન અને રજનીકાંતની ગ્રાન્ડ પણ કોમિક અંદાજમાં એન્ટ્રી

મુંબઈ : દર્શકોની આતુરતાનો અંત સમનાં કાલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે સુપરસ્ટાર રજનીકાંત ફેન્સને ફરી પોતાની કમાલ દેખાડશે વખતે રજની પોતાની આગામી ફિલ્મકાલાદ્વારા ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફેન્સ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે અને તે દર્શકોને ફિલ્મ તરફ ખેંચવા માટે પૂરતું છે. ધનુષે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્રેલરને શેર કર્યું છે.

   ટ્રેલરની શરૂઆતમાં નાના પાટેકર એક સ્લમ એરિયાના લોકોને સંબોધિત કરતા દેખાઈ રહ્યાં છે. ત્યારબાદ રજનીકાંત ગ્રાન્ડ પણ કૉમિક અંદાજમાં એન્ટ્રી થાય છે. ટ્રેલરમાં રજનીકાંતને ઘણી સ્ક્રીન સ્પેસ આપવામાં આવી છે. ટ્રેલરમાં હુમા કુરેશીની પણ ઝલક જોવા મળી રહી છે.

   ફિલ્મ એક ગેંગસ્ટર ડ્રામા છે જેમાં રજની કાલા કરીકલન નામના ગેંગસ્ટરનો રોલ કરી રહ્યાં છે. નાના પાટેકર ફિલ્મમાં એક શક્તિશાળી નેતાના પાત્રમાં છે. ડિરેક્ટર રંજિતની અગાઉની ફિલ્મોની જેમકાલાપણ એક રાજકીય સંદેશ આપતી ફિલ્મ છે.

   ફિલ્મને રજનીકાંતના જમાઈ ધનુષે પ્રોડ્યૂસ કરી છે. રજનીકાંત, નાના પાટેકર, હુમા કુરેશી ઉપરાંત એસ્વરી રાવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આટલું નહીં ફિલ્મ અને રજનીકાંત માટે ફેન્સની દિવાનગીને ધ્યાનમાં રાખત ટ્વીટર ઈન્ડિયાએ ફિલ્મ માટે એક ખાસ ઈમોજી પણ તૈયાર કરવામાં આવ્યું છે.

(12:14 am IST)
  • રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST

  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી એસ-400 ટ્રિમફ વાયુરક્ષા મિસાઈલ ખરીદવા માટે કિંમત બાબતે વાતચીત પૂર્ણ :સોદો અંદાજે 40,000 કરોડમાં નક્કી થયાના અહેવાલ :હવે બન્ને દેશો અમેરિકાના કાનૂનના પ્રાવધાનોથી બચવાના તરીકા શોધી રહ્યાં છે :આ સોદાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ઓક્ટોબરમાં થનાર વાર્ષિક શિખર સંમેલનમાં થવાની શકયતા છે . access_time 11:32 pm IST