News of Monday, 28th May 2018

ઈમ્તિયાલ અલીની ફિલ્મ શાહિદ કપૂરે છોડી દીધી

મુંબઈ: ગત વર્ષે એવા અહેવાલ સામે આવ્યા હતા કે બોલીવુડ હિટ ફિલ્મ જબ વી મેટના આશરે ૧૦ વર્ષ બાદ શાહિદ કપુર અને ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી ફરી એકવાર સાથે ફિલ્મમાં કામ કરશે. આ અહેવાલો બાદ બન્નેએ આ ફિલ્મ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી હતી, પરંતુ હવે લાગી રહ્યુ છે કે આમ નહીં બને. 
સુત્રોના જણાવ્યા મુજબ શાહિદ કપુરે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ છોડી દીધી છે અને હવે તે આ ફિલ્મનો ભાગ નથી. એક અગ્રણી સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ શાહિદ ઈમ્તિયાઝની આ ફિલ્મને લઈ ઉત્સાહિત હતો. તેણે નવેમ્બર ૨૦૧૭માં આ માટે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો, પરંતુ સ્ક્રિપ્ટને લઈ શાહિદ આશ્વસ્ત હોવાથી તેણે ફિલ્મમાંથી પોતાનુ નામ પરત લઈ લીધુ છે. 
હવે શાહિદ કપુરની જગ્યાએ ઈમ્તિયાઝની આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેતા રાજકુમાર રાવ નજરે પડશે. જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આમ થશે તો એવુ પ્રથમ વખત બનશે જ્યારે રાજકુમાર રાવ અને ઈમ્તિયાઝ અલી એક સાથે કામ કરશે. મહત્વનુ છે કે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટમાં શાહિદ કપુર ઉપરાંત કરીના કપુર મુખ્ય ભૂમિકામાં નજરે પડયા હતા.


 

(4:55 pm IST)
  • કર્ણાટકનાં નવનિયુક્ત મુખ્યમંત્રી કુમારસ્વામીનું સ્ફોટક નિવેદન, કહ્યું કે "7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ" access_time 4:35 pm IST

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને એકવાર ફરી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે સરહદના ગામમાં મુલાકાત કરીને શાંતિવાર્તાની પહેલ કરી : બંને વચ્ચે આ બીજી મુલાકાત છે : પહેલી ઐતિહાસિક મુલાકાતમાં કિમ જોંગ ઉનએ અમેરિકા સાથે વાતચીત કરવા અને પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામને નષ્ટ કરવાનો વાયદો કર્યો હતો. access_time 11:45 pm IST