Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સોશયલ મીડિયાની કવિન બની આલિયા ભટ્ટ

મુંબઇ,:  બોલીવૂડની ક્યુટેસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટને સેલ્ફી લેવાનો ક્રેઝ છે. તે પોતાની દરેક મુવમેન્ટને કેમેરામાં કેદ કરે છે. આલિયા ઘણી વખત પોતાની તસવીરો સોશયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.આલિયાએ પોતાના લુક, માસૂમિયત અને અભિનયથી લોકોને આકર્ષ્યા છે. તેની લોકપ્રિયતા સોશયલ મીડિયા પર પણ વધી ગઇ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટોચના કલાકારોને પાછળ છોડી ૨ કરોડ ૨૦ લાખ ફોલોઅર્સ મેળવ્યા છે. આલિયાની સફળતા સોશયલ મીડિયા પરની સાબિતી છે. તે ટોચના એકટર્સો કરતા પણ ફોલોઅર્સ્  વધુ મેળવી રહી છે. અક્ષય કુમારના ૧૮. ૬ મીલિયન,સલમાન ખાનના ૧૬.૩ મિલીયન, શાહરૃખ ખાનના ૧૨. ૯ મિલીયન, જેકલિન ફર્નાન્ડિસના ૧૮.૪ મીલિયન, સોનમ કપૂરના ૧૨. ૯ મિલીયન, કેટરિના કૈફના ૧૧ મિલિયન અને સોનાક્ષી સિંહાના ૧૦ મિલીયન ફોલોઅર્સ છે. હાલમાં જ આલિયાની ફિલ્મ 'રાજી રીલિઝ થઇ છે. જે પોતાના દમ પર સુપરહિટ કરી છે. આ ફિલ્મમાં તે એક ભારતીય જાસૂસ મહિલાના પાત્રમાં જોવા મળે છે.

(4:54 pm IST)