News of Monday, 28th May 2018

આશુતોષ ગોવારીકરે મરાઠી ફિલ્મ માટે સોનાક્ષી સિંહાને સાઈન કરી

મુંબઇ:  ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરે એક હિટ મરાઠી ફિલ્મની હિન્દી રિમેક માટે ટોચની અભિનેત્રી સોનાક્ષી સિંહાને સાઇન કરી હોવાની માહિતી મળી હતી. ટોચના અન્ય ફિલ્મ સર્જક અને અભિનેતા અજય દેવગણે આપલા માનુષ નામે મરાઠી ફિલ્મ બનાવી હોવાના સમાચાર હવે જૂના થયા. આ ફિલ્મમાં નાના પાટેકરે મુખ્ય  ભૂમિકા ભજવી છે. આ ફિલ્મની કથા આશુતોષ ગોવારીકરને ગમી જતાં એણે આ ફિલ્મના હિન્દી રૃપાંતરના રાઇટ્સ અજય પાસેથી વેચાતા લઇ લીધા હતા અને હવે આશુતોષ આ ફિલ્મ હિન્દીમાં બનાવશે. જો કે એનું ડાયરેક્શન તો મરાઠી ફિલ્મોના ડાયરેક્ટર સતીશ રાજવાડે જ કરશે.  આ માહિતી આપનારા સૂત્રે કહ્યંુ કે ગયા સપ્તાહે આશુતોષે સોનાક્ષી માટે આ મરાઠી ફિલ્મના સ્ક્રીનીંગની જોગવાઇ કરી હતી અને બંનેએ સાથે બેસીને આ ફિલ્મ માણી હતી. આપલા માનુષ મરાઠી ફિલ્મ આ વર્ષના ફેબ્રુઆરીમાં રજૂ થયેલા અને હિટ નીવડેલા મરાઠી નાટક કાટકોણ ત્રિકોણ પરથી બની હતી. હવે એના પરથી આશુતોષ હિન્દીમાં ફિલ્મ બનાવશે.

(4:53 pm IST)
  • યુપીની કૈરાના બેઠક ઉપર અનેક ઈવીએમ મશીનોમાં ગરબડી : ભારે ધમાલઃ વિવાદનો મધપૂડો છેડાયોઃ અનેક બુથો ઉપર ઈવીએમ મશીનો કામ કરતા નથીઃ સપા-આરએલડી પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરીયાદઃ મુસ્લિમ-દલિત વિસ્તારોમાં ખરાબ ઈવીએમ મશીનો બદલી દેવાતા નથીઃ ૧૭૫ પોલીંગ સ્ટેશન ઉપર ઈવીએમ-વીવીપેટ મશીનોમાં ગરબડી access_time 4:12 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST

  • મ.પ્રદેશ-મહારાષ્‍ટ્ર સહિત દેશના પોણો ડઝન રાજ્‍યોમાં માથુ ફાડતી ગરમી : ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રી રાજસ્‍થાનમાં ૪૮ ડીગ્રી : ૪૪-૪૫ ડીગ્રી આસપાસ ઠેર ઠેર ગરમીઃ અડધો ડઝન રાજ્‍યોમાં ‘લૂ' એલર્ટ જાહેરઃ મ.પ્ર.ના ૧૬ શહેરોમાં અને ગુજરાતના ૮ શહેરોમાં ઉ.માન ૪૫ ડીગ્રી અને તેથી વધુ મ.પ્ર.ના ખજુરાહોમાં ૪૭.૨ ડીગ્રીઃ રાજસ્‍થાનના બુંદી, ઝાલાવાડ, બારા ખાતે ૪૮ ડીગ્રી access_time 4:52 pm IST