Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અંતિમ જેમ્‍સ બોન્‍ડ ફિલ્‍મ માટે ડેનિયલ ક્રેગને ૫૦ મિલીયન પાઉન્‍ડ જેવી અભુતપૂર્વ જંગી રકમ

લંડન તા.૨૮: જેમ્‍સ બોન્‍ડ ‘‘૦૦૭'' સિરીઝની છેલ્લી બોન્‍ડ ફિલ્‍મ માટે ૫૦ મીલીયન પાઉન્‍ડ (આશરે ૫૦૦ કરોડરૂા.) જેવી જંગી રકમનો અચેક અપાયો છે. આ ફિલ્‍મ ૨ કલાક ૨૦ મીટીની રહેશે. એ જોતા પ્રત્‍યેક મિનીટ માટે ડેનીયલ ક્રેગને રૂા. ૩,૫૭,૦૦૦ ડોલર મળશે જે વિશ્વ વિક્રમ છે. આ પહેલા ૨૦૧૫માં ડેનિયલ ક્રેગને ‘સ્‍પેકટર' ફિલ્‍મ માટે ૩૭ મીલીયર પાઉન્‍ડની રકમ આપવામાં આવેલ હતી.

 જેમ્‍સ બોન્‍ડના પાત્રને સહુ પ્રથમ ભજવનાર સીન કોનરીને જેમ્‍સ બોન્‍ડની ૬ ફિલ્‍મોમાં અદાકારી માટે ૭ મીલીયર પાઉન્‍ડ મળેલ.

તો જયોર્જ લેઝન્‍બી ને ૧ ફિલ્‍મ માટે ૭૨ હજાર પાઉન્‍ડ અને રોજર મુરેને ૭ ફિલ્‍મો માટે ૧૭ મીલીયન પાઉન્‍ડ મળ્‍યા હતા.

પ્રિયર્સ બ્રોસ નાનને ૪ ફિલ્‍મો માટે ૧૩ મીલીયર પાઉન્‍ડ તો તિમોથી ડાલ્‍ટનને ૨ વખત જેમ્‍સ બોન્‍ડ બનવા માટે ૪ મીલીયન પાઉન્‍ડ મળેલ છે. ડેનિયલ ક્રેગે ડીસેમ્‍બરમાં શુટીંગ શરૂ કર્યુ છે  જે હજુ ૫ મહિના ચાલશે. આવતા વર્ષમાં આ ફિલ્‍મ રીલીઝ થશે.  જેમ્‍સ બોન્‍ડ સીરીઝ ની આ છેલ્‍લ્‍ી અને ૨૫મી ફિલ્‍મનું હજુ નામ નથી અપાયું.

(12:55 pm IST)