Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આંખોના કામણથી ઇન્ટરનેટ સેન્સેશન મચાવનારી પ્રિયાએ તસ્વીર શેર કરી પોતાને જોબલૅસ ગણાવી

ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના કો-સ્ટાર રોશન અબ્દુલ રાઉફ સાથે તસવીર શેર કરતા ખુદને બેરોજગાર ગણાવી

પોતાની આંખોમાં કામણથી અને મોહક અદાથી ઈન્ટરનેટ પર સેન્સેશન મચાવનાર પ્રિયા પ્રકાશ વૉરિયરે જબરદસ્ત પોપ્યુલારિટી મેળવી લીધી છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેના વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે. તેની લોકપ્રિયતાને કારણે તેની પાસે પ્રોજેક્ટ્સનો ઢગલો હશે  પણ પ્રિયા પોતાને જૉબલેસ કહી રહી છે.તેણે આગામી ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના કો-સ્ટાર રોશન અબ્દુલ રાઉફ સાથેની તસવીર શેર કરતા ખુદને બેરોજગાર ગણાવી છે.

   તસવીરમાં પ્રિયા અને રોશન ક્યૂટ પોઝ આપી રહ્યાં છે. પ્રિયાના હાથમાં લાલ ગુલાબ છે અને બ્રેકગ્રાઉન્ડ ખૂબ જ રોમાન્ટિક લાગી રહ્યું છે. આમાં પ્રિયા યલો અને વ્હાઈટ લુક જ્યારે રોશન રેડ ટી-શર્ટ અને ડેનિમમાં દેખાઈ રહ્યાં છે. તસવીર શેર કરતા પ્રિયા લખે છે કે, ‘જ્યારે તમે બેરોજગાર ફરી રહ્યાં હોવ પણ કોઈ તમારી સાથે હંમેશા પોઝ આપવા અને તસવીર ખેંચાવવા માટે તૈયાર હોય.’એવી અટકળો લાગી રહી છે કે, પ્રિયા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. રણવીર સિંહ અને સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘સિમ્બા’ સાથે તેનું નામ જોડાઈ ચૂક્યું છે.

   પ્રિયાની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફૉલોઈંગ 60 લાખથી વધુ થઈ ચૂકી છે. કહેવામાં આવે છે કે, તે પ્રમોશનલ પોસ્ટ માટે આઠ લાખ રૂપિયા ચાર્જ કરે છે. આવામાં પ્રિયાએ પોતાને બેરોજગાર કહી તે અચરજ પમાડનારું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  પ્રિયા હાલમાં કેરળના ત્રિશૂરની વિમલા કૉલેજમાં બી.કૉમ ફર્સ્ટ યરમાં ભણી રહી છે. તેણે ‘ઓરુ અદાર લવ’માં લીડ રોલ ભજવ્યો છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. વેલેન્ટાઈન ડે પર ફિલ્મના ગીત ‘માનિક્ય મલરાય પૂવી’નો વીડિયો પોસ્ટ થતાની સાથે જ પ્રિયાએ ઈન્ટરનેટ પર સેન્સેશન મચાવી દીધું હતું.

 

(7:50 am IST)
  • પ્રચંડ હીટ વેવની ઝપટમાં દિલ્હી અને એનસીઆર: પાલમ ખાતે ૪૬ પોઈન્ટ ૨ ડિગ્રી અને સફદરજંગ ખાતે ૪૫ ડિગ્રી જેવું ચામડી બાળતુ ઉષ્ણતામાન નોંધાયું: હજી બે દિવસ સુધી ચાલુ રહેશે તેમ ખાનગી વેધર કમ્પનીએ જણાવ્યું છે. access_time 10:18 pm IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST

  • વરિષ્ઠ અધિકારી સુશીલ ચંદ્રનનો સીબીડીટીના ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ વધારી દેવાયો છે તેઓ હવે આવતા વર્ષનાં મે મહિના સુધી પોતાના પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર 2016 ના સીબીડીટીના અધ્યક્ષ પદે તેમની વરણી કરવામાં આવી હતી.ત્યાર બાદથી તેમને આ બીજુ એક્સટેંશન અપાયું છે સીબીડીટીનાંચેરમેન પદે રહીને તેઓએ ઘણા ઉલ્લેખીય કામો કર્યા હોવાથી તેઓ સરકારની ગુડબુકમાં છે. આઈઆઈટીમાં સ્નાતક અને 1980 બેંચના આઈઆરએસ ઓફીસર ચંદ્રનનો કાર્યકાળ ગત વર્ષે પણ વધારવામાં આવ્યો હતો. access_time 7:18 am IST