Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ચોકલેટી બોયની ઇમેજ તોડવા રોહન કરી રહ્યો છે મહેનત

ટીવી શો યે રિશ્તા કયા કહેલાતા હૈમાં નકશનો રોલ નિભાવી રહેલા અભિનેતા રોહન મહેરાએ લૂક ચેન્જ કરવા ખુબ મહેનત કરી છે. પોતાની ચોકલેડી બોયની ઇમેજને તોડવા માટે રોહને જીમમાં જઇને ખુબ પરસેવો પાડ્યો હતો. હવે તે બોડી બિલ્ડર બની ગયો છે. રોહને રિયાલીટી શો બિગ બોસમાં પણ ભાગ લઇ ચુકયો છે. તેણે કહ્યું હતું કે હું દરરોજ જીમમાં જઇ રહ્યો છું અને મિત્રો સાથેની મુલાકાતો મેં છોડી દીધી છે. હાલમાં હું માત્ર ફિટનેસ પર જ ધ્યાન આપી રહ્યો છું. ઉકાળેલા શાકભાજી અને ઇંડા વધુ ખાઇ રહ્યો છું. હાલમાં રોહન પાસે અન્ય કોઇ શો નથી. તેની આ મહેનતને કારણે કદાચ નવા શો મળી જાય તો નવાઇ નહિ.

(9:04 am IST)
  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST

  • તાપમાનનો પારો સતત ઉંચો : બફારો વધ્યો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત access_time 4:01 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST