Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

મોટા બજેટની ફિલ્મો હવે નથી કરવીઃ કરીના

કરીનાની ફિલ્મ વીરે દી વેડીંગ પહેલી તારીખે આવી રહી છે. હાલ તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તૈમુરના જન્મ પછી આ ફિલ્મમાં કામ કરવા માટે કરીનાએ વજન ઓછુ કરવા ખુબ મહેનત કરી છે. કરીના કહે છે મેં ઇચ્છયું હોત તો હું મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પણ કરી શકી હોત, પરંતુ હવે મારે એક બાળક છે. જેથી મેં કંઇક અલગ કરવા આ ફિલ્મ કરી હતી. હું હવે મોટા બજેટની ફિલ્મો પણ કરવા ઇચ્છતી નથી. પુત્ર તૈમુર સોળ મહિનાનો છે આથી કોઇપણ ફિલ્મ હાથમાં લેતાં પહેલા મારે તૈમુરને પુરતો સમય આપવો છે. વીરે દી વેડીંગ ચાર બહેનપણીઓની કહાની છે. જે એક રોડ ટ્રીપ પર જાય છે. ફિલ્મના નિર્દેશક શશાંક ઘોષ છે. કરીના સાથે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા પણ છે. 

 

(9:02 am IST)