Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

જિંદગીમાં આગળ વધવું અને ખુશ રહેવું જરૂરી છેઃ મિનિષા

અભિનેત્રી મિનિષા લાંબાએ સોળ વર્ષ પહેલા યહાં નામની ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. એ પછી કોર્પોરેટ, રોકી, કિડનેપ, દસ કહાનીયા, હનીમૂન ટ્રાવેલ્સ પ્રા.લિ. સહિતની ફિલ્મો કરી હતી. વેલડન અબ્બા, ભેજાફ્રાય-૨માં પણ તેનો અભિનય સારો રહ્યો હતો. છેલ્લે ૨૦૧૭માં ભૂમિ ફિલ્મમાં દેખાઇ હતી. ત્યાર પછીના વર્ષમાં તેણે ટીવી પરદે તેનાલી રામા અને ઇન્ટરનેટવાલા લવ જેવા શો કર્યા હતાં. બિગ બોસમાં પણ તે જોવા મળી હતી. રેસ્ટોરન્ટ માલિક રિયાન થમ સાથે મિનિષાએ લગ્ન કર્યા હતાં. ગયા વર્ષે જ તેની સાથે છૂટાછેડા લઇ બધાને ચોંકાવી દીધા હતાં.  મિનીષા હવે સિંગલ લાઇફ જીવી રી છે. તે કહે છે જિંદગીમાં આગળ વધવુ જરૂરી છે, એથી પણ વધુ મહત્વની વાત એ છે કે ખુશ પણ રહવું જરૂરી છે. કોઇ ચીજ કામ ન કરી રહી હોય તો તેનાથી અલગ થઇ જવું એ જ વધુ સારુ છે. આજે આપણી પાસે આ માટેના વિકલ્પો પણ છે. અલગ થવું એ કોઇ કલંકીત કામ નથી. 

(10:15 am IST)