Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

'હાથી મેરે સાથી' ફિલ્મ માટે અંદાજે બસો કિલોની સૂંઢનું વજન ઊંચકવું પડ્યું હતું : રાણા દગુબટ્ટી

સૂંઢને પોતાના ખભા પર મૂકતી વખતે તેને ઘણી મુશ્કેલી પડી

મુંબઈ : રાણા દગુબટ્ટીએ તેની આગામી ફિલ્મ 'હાથી મેરે સાથી' માટે તેના ખભા પર હાથીની સૂંઢ મૂકી હતી. આ સૂંઢનું વજન તેને અંદાજે ૨૦૦ કિલોથી પણ વધુ લાગી રહ્યું હતું. એશિયન હાથીનું વજન અંદાજે ૫૫૦૦ કિલોગ્રામની આસપાસ હોય છે. જોકે સૂંઢને પોતાના ખભા પર મૂકતી વખતે તેને ઘણી મુશ્કેલી પડી રહી હતી. બીજી એપ્રિલે રિલીઝ થઈ રહેલી 'હાથી મેરે સાથી'ને હિન્દી, તામિલ અને તેલુગુમાં રજૂ કરવામાં આવશે જેમાં તે જંગલ મૅન બન્દેવનું પાત્ર ભજવી રહ્યો છે.

 આ ફિલ્મને કેરળ, મહાબળેશ્વર, મુંબઈ અને થાઇલૅન્ડનાં જંગલોમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે તેણે બૉડી-ટ્રાન્સફૉર્મેશનની સાથે ઘણી ચૅલેન્જમાંથી પસાર થવું પડ્યું હતું. હાથીની સૂંઢને પોતાના ખભા પર મૂકવાના દૃશ્ય માટે તેણે હાથી સાથે સ્પેશ્યલ બૉન્ડ પણ બનાવવો પડ્યો હતો. તે રોજના ૩૦ હાથી સાથે આ ફિલ્મનું શૂટિંગ કરતો હતો.

 આ વિશે રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે 'આ દૃશ્યમાં હાથીએ મારા ખભા પર તેની સૂંઢ મૂકવાની હતી અને એનું વજન અંદાજે ૨૦૦ કિલો હશે. તમે આ દૃશ્ય જ્યારે સ્ક્રીન પર જોશો ત્યારે તમને એકદમ નૉર્મલ લાગશે, પરંતુ એ જ ફિલ્મની સુંદરતા છે. 'હાથી મેરે સાથી' શૂટ કરવાનો અનુભવ મારા માટે ખૂબ જ ઇમોશનલ રહ્યો છે

(1:11 pm IST)