Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ટપ્પુ ટીવી પર વાપસી કરી રહ્યો છે

મુંબઇ,તા.૨૮ : ટીવી દુનિયામાં  સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આજકાલથી નહીં પરંતુ દર્શકો છેલ્લા ૧૦ વર્ષથી પસંદ કરતા આવ્યા છે. આ શો મા ભલે દયાબેન છેલ્લા ઘણા સમયથી નજરે આવતા નથી પરંતુ તેન છતાં શો ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શો માં ગત વર્ષે ટપ્પૂનો રોલ કરનાર એક્ટર ભવ્યા ગાંધી પણ આ શો છોડીને ચાલ્યો ગયો હતો. ભવ્યા શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલો હતો.  પરંતુ ગત વર્ષે જ એને શો ને અલવિદા કહી દીધો હતો. એને ટીવી પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. નાનો ટપ્પૂ હવે મોટો થઇ ગયો છે અને એક વખત ટીવી પર વાપસી કરી રહ્યો છે. સીરિયલમાં દયાબેન અને જેઠાલાલના પુત્ર તપ્પૂનું કિરદાર નિભાવી ચૂકેલા ભવ્યા ગાંધી 'શાદી કે સિયા પે' નામની સીરિયલ નામથી વાપસી કરી રહ્યો છે. આ શો એન્ડ ટીવી પર આવવાનો છે. તાજેતરમાં જ ઓ શો નો પ્રોમો આવ્યો છે. આ પ્રોમોને ભવ્યાએ જ શેર કર્યો છે.  ભવ્યાએ શેર કરતા લખ્યું, ઊંચાઇઓ તરફ. એક વ્યક્તિ અને અભિનેતા તરીકે હું હંમેશા ખુદને એક્સપ્લોર કરતો આવ્યો છું. હું હંમેશા નવી ચીજો શિખવાનો પ્રયત્ન કરું છું અને હંમેશા એક્સપેરિમેન્ટ કરું છું.

(3:51 pm IST)