Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

'જાને ભી દો યારો'ની સિકવલનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે

બોલીવૂડમાં અભિનય થકી જાણીતો નસિરૂદ્દીન શાહ હવે 'જાને ભી દો યારો'ની સિકવલમાં જોવા મળશે. વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્ જાને ભી દો યારોને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. જેમાં નસિરૂદ્દીન શાહ અને રવિ વાસવાણીએ સંઘર્ષ કરી રહેલા ફોટોગ્રાફરની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મના અંતમાં દેખાડાયું હતું કે બંને પોતાના આ વ્યવસાયને કારણે કઇ રીતે ક્રાઇમમાં ફસાઇ જાય છે. સિકવલમાં બંને જેલમાંથી બહાર નીકળતાં હોય ત્યાંથી કહાનીની શરૂઆત થશે. ફિલ્મનો પહેલા ભાગ જ્યાં પુરો થયો છે ત્યાંથી ફિલ્મને આગળ વધારાશે. જો કે ફિલ્મમાં એક રોલ તો નસિરૂદ્દીન શાહ નિભાવશે, પણ રવિ વાસવાણીના પાત્ર માટે બીજા કલાકારની પસંદગી થશે. શુટીંગ આવતા વર્ષે શરૂ થશે.

(10:34 am IST)