Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

આમિર અલી દક્ષિણ આફ્રિકા જવા રવાના : હંસલ મહેતાની વેબ સિરીઝનું શૂટિંગ ફરી કરશે શરૂ

મુંબઈ: અભિનેતા આમિર અલીએ હંસલ મહેતા અને જય મહેતાની વેબ સિરીઝનું શૂટિંગ ફરી શરૂ કરવા માટે દક્ષિણ આફ્રિકાની ફ્લાઇટ લીધી છે. આ સિરીઝમાં આમિર અનેક આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.વેબ સિરીઝનું વર્તમાન શેડ્યૂલ કેપટાઉનમાં શૂટ થઈ રહ્યું છે. પોતાની બીજી વેબ સિરીઝ 'લાઈફ નવરંગી' માટે દેશમાં પાછો ફરેલો આમિર હવે રોમાંચક ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવા દક્ષિણ આફ્રિકામાં પાછો ફર્યો છે. આ વેબ સિરીઝનું શૂટિંગ દિલ્હી અને યુક્રેનમાં પણ થવાનું છે.આમિરે કેપટાઉનમાં શેડ્યૂલ પૂર્ણ કર્યું અને તેની બીબીસી વેબ સિરીઝ પર કામ શરૂ કરવા માટે ડિસેમ્બરમાં ભારત પાછો ફર્યો.

(5:23 pm IST)