Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અભિનેત્રી જાન્હવી કપૂર તેની ફિલ્મ "મિસ્ટર એન્ડ મિસિસ માહી"ની તૈયારીઓ કરી શરૂ

મુંબઈ: કરણ જોહરે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં તેની એક ફિલ્મની જાહેરાત કરી હતી, જેનું નામ છે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’. આ ફિલ્મની જાહેરાતની સાથે તેણે સ્ટારકાસ્ટનો પણ ખુલાસો કર્યો હતો. ફિલ્મમાં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર લીડ રોલમાં જોવા મળશે. અત્યારે તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરે આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે, જેની કેટલીક ઝલક તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે, જેમાં ક્રિકેટર દિનેશ કાર્તિક પણ જોવા મળે છે.

 

(5:18 pm IST)