Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કોમેડી કરતો જોવા મળશે વિક્કી કોૈશલ

વરૂણ ધવને દોઢ વર્ષ પહેલા નિર્દેશક શશાંક ખેતાનની ફિલ્મ મિસ્ટર લેલે સાઇન કરી હતી. તેનું પોસ્ટર પણ રિલીઝ થઇ ગયું હતું. પરંતુ હવે વરૂણે આ ફિલ્મ છોડી દીધી છે અને તેની જગ્યાએ વિક્કી કોૈશલની એન્ટ્રી થઇ છે. વરૂણને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન પડતાં તેણે ફિલ્મ છોડ્યાનું કહેવાય છે. મિસ્ટર લેલે એક કોમેડી ફિલ્મ છે. જેમાં જબરદસ્ત ટ્વિસ્ટ પણ હશે. વિક્કી કોૈશલે અત્યાર સુધી જે ફિલ્મો કરી છે તે ગંભીર પ્રકારની અને રોમાન્ટીક જોનરની છે. જો બધુ ઠીકઠાક ચાલ્યું તો તે પહેલી વખત આ પ્રકારની કોમેડી ફિલ્મમાં જોવા મળશે. વિક્કી સાથે આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર અને ભૂમિ પેડનેકરની પણ ખાસ ભુમિકા હશે.

નવી સ્ટારકાસ્ટની હજુ જો કે પુષ્ટી કરવામાં આવી નથી. વિક્કીના હાથ પર અનેક શાનદાર પ્રોજેકટ છે. જેમાં અમુકનું શુટીંગ પણ ચાલી રહ્યું છે. સુજીત સરકારના નિર્દેશનમાં બની રહેલી સરદાર ઉધમસિંહ, મેઘના ગુલઝારની સૈમ, આદિત્ય ધરની ધ ઇમોર્ટલ અશ્વત્થામા અને તખ્ત જેવી ફિલ્મો વિક્કી કરી રહ્યો છે. ત્યાં તેને વધુ એક ફિલ્મ મળી છે.

(9:54 am IST)