Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

અજય દેવગણની ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર' ફિલ્મની બોક્સ ઓફિસ ઉપર ત્રીજા અઠવાડિયે પણ ધમાલઃ બાહુબલી, ટાઇગર ઝીંદા હૈ ફિલ્મને પણ પાછળ રાખી દીધી

નવી દિલ્હી: અજય દેવગણની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરની બોક્સ ઓફિસ પર ધમાલ ત્રીજા અઠવાડિયે પણ ચાલુ જ છે. ત્રીજા અઠવાડિયાની કમાણીમાં આ ફિલ્મે બાહુબલી અને ટાઈગર ઝીંદા હૈ જેવી ફિલ્મોની માત આપી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજીએ 26 જાન્યુઆરીએ 12.58 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 224.93 કરોડ કમાણી કરી લીધી છે. એટલે કે 250 કરોડની નજીક છે. ફિલ્મે ત્રીજા શુક્રવારે 5.38 કરોડ, શનિવારે 9.52 કરોડ અને રવિવારે 12.58 કરોડનો બિઝનેસ કર્યો. આ સાથે જ તરણે એક અન્ય યાદી બહાર પાડી છે જેમાં ત્રીજા અઠવાડિયાના રવિવારના રોજ ફિલ્મે કમાણીના મામલે બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મને પછાડી છે.

જેમાં બાહુબલી 2 (17.75 કરોડ), દંગલ (14.33 કરોડ), પીકે (11.58 કરોડ), કબીર સિંહ (9.61 કરોડ), સંજૂ(9.29 કરોડ), ઉરી (9.20 કરોડ), બજરંગી ભાઈજાન ( 9.07 કરોડ), ટાઈગર ઝીંદા હૈ (8.27 કરોડ), પદ્માવત (8 કરોડ), ધૂમ 3 (5.75 કરોડ), વોર (5.60 કરોડ)બાહુબલી (5.11 કરોડ) અને સુલ્તાન (5.14 કરોડ) જેવી ફિલ્મો સામેલ છે.

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાને ભજવી છે. આ એક પીરિયડ ફિલ્મ છે. જે દર્શકોને પસંદ પડી છે. આ જ કારણ છે કે તાનાજી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી રહી છે. ઓમ રાઉતે આ ફિલ્મ સાથે નિર્દેશનની દુનિયામાં ડગ માડીને સાબિત કરી દીધુ કે તે એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક એક સીન પર ઓમ રાઉતે ઝીણવટપૂર્વક કામ કર્યું છે. આ ફિલ્મ મરાઠાઓની શૂરવિરતાને દર્શાવે છે.

(4:29 pm IST)