Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

માર્ચમાં રાજકુમાર-નુસરત છલાંગ

રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા હવે ફિલ્મ 'છલાંગ'માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મ તેરમી માર્ચના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ટેગલાઇન- લાંબી છલાંગ માટે લાંબી નિંદર જરૂરી છે...તેવી આપવામાં આવી છે. હંસલ મહેતા દ્વારા નિર્દેશીત છલાંગનું નિર્માણ અજય દેવગણ ફિલ્મ્સ અને લવ ફિલ્મ્સ સાથે મળીને કરી રહ્યા છે. છલાંગ ઉત્તર ભારતની એક અર્ધસરકારી સ્કૂલના પીટી માસ્ટરના પ્રેરણાદાયી જીવનની કહાની છે. મોન્ટુ (રાજકુમાર રાવ) પીટી માસ્ટરનો રોલ નિભાવી રહ્યો છે. હાલાત અને સંજોગો પીટી માસ્ટર મોન્ટુને એવી પળ પર લાવીને મુકી દે છે કે તેને બધુ જ દાવ પર લગાવવું પડે છે. ફિલ્મમાં નુસરત ભૂરચા નિલુના રોલમાં છે. નિલુને મોન્ટુ ખુબ પ્રેમ કરતો હોય છે. મોન્ટુની યાત્રાના માધ્યમથી છલાંગ ફિલ્મમાં સ્કૂલના અભ્યાસક્રમમાં રમતને પણ મહત્વ અપાયું છે. સામાજીક કોમેડી પ્રકારની આ ફિલ્મનું પોસ્ટર લોકોને ખુબ ગમ્યું છે.

(10:32 am IST)