Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઇશાન - અનન્યાએ ખતરનાક સ્ટંટ જાતે કર્યા

ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. ખાલી પીલી નામની ફિલ્મનું હાલમાં શુટીંગ ચાલુ છે. આ રોમાન્ટીક થ્રિલર ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન મકબૂલ ખાન કરી રહ્યા છે. અલી અબ્બાસ જફર ઝી સ્ટુડિયોઝ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તાજેતરમાં વઇ ખાતે દસ દિવસના શેડ્યુલમાં એકશન ડિરેકટર પરવેઝ શેખએ ફાઇટ સિન ડિઝાઇન કર્યો હતો. આ દ્રશ્યો ફિલ્મના હીરો હિરોઇન ઇશાન, અનન્યા અને વિલન જયદિપ અહલાવત પર ફિલ્માવાયા હતાં. ઇશાન અને અનન્યા પહેલી જ વખત એકશનમાં હાથ અજમાવી રહ્યા છે. બંનેએ પોતાના ભાગના એકશન દ્રશ્યો કોઇપણ ડુપ્લીકેટની મદદ વગર જાતે જ કર્યા છે. ઇશાનને એક દ્રશ્યમાં મોટી પીકઅપ ગાડીમાંથી કૂદવાનું હતું અને ત્રીસ મીટર સુધી લસરવાનુ઼ હતું. તેણે આ સીન માટે ખુબ તૈયારી કરી હતી અને જાતે જ સ્ટંટ કર્યા હતાં. ખાલી પીલી ૨૦૧૮માં આવેલી તેલુગુ ફિલ્મ ટેકસીવાલાની હિન્દી રિમેક છે. જેમાં વિજય દેવરાકોંડા અને પ્રિયંકા જાવલકર મુખ્ય ભુમિકાં હતાં. ખાલીપીલી જુન મહિનામાં રિલીઝ થશે.

(10:30 am IST)