Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સોનાક્ષી દબંગ-3માં ભજવશે ટચુકડી ભૂમિકા

મુંબઈ:સલમાન ખાનની લોકપ્રિય અને સફળ ફિલ્મ 'દબંગ ૩ની તૈયારી પૂરજોશથી ચાલી રહી છે. સોનાક્ષી અત્યાર સુધીની બન્ને દબંગમાં મુખ્ય ભૂમિકામાં હતી વખતે પણ તે હશે પરંતુ તેનો રોલ ટૂંકો થાય તેવી ચર્ચા છે. '' સલમાન ખાનની દબંગ ૩માં સોનાક્ષી સિંહા હશે કે નહીં તે અત્યાર સુધી ચર્ચાનો વિષય હતો. સોનાક્ષી અને સલમાનના સંબંધોમાં કડવાશ ઉદભવી હોવાથી તે ફિલ્મનો હિસ્સો નહીં હોય તેવું લોકો માની રહ્યા હતા. પરંતુ ફિલ્મને સફળ બનાવવા અનુભવી સલમાને સોનાક્ષીને લીધી છે અને સાથેસાથે મોની રોયને પણ બીજી અભિનેત્રી તરીકે લેશે. જેથી સોનાક્ષીની ભૂમિકામાં કાપ આવે તેવી પૂરેપૂરે શક્યતા છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. સલમાન ખાને અરબાઝ ખાનને મોનીની ભલામણ કરી છે. મોનીનો રોલ પણ મહત્વનો હશે તેમ કહેવાય છે.

(6:02 pm IST)