Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રશિયા અને જાપાનમાં રજૂ થશે બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી-2'

મુંબઈ:બોક્સ ઑફિસ પર તહલકો મચાવનારી સાઉથની ફિલ્મ બાહુબલિ ટુ હવે રશિયા અને જપાનમાં રજૂ થશે એવી માહિતી મળી હતી. જપાનમાં ૨૯ ડિસેંબરે અને ૨૦૧૮ના જાન્યુઆરીમાં ફિલ્મ રશિયામાં રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત મંગળવારે ચેન્નાઇમાં કરવામાં આવી હતી. ફિલ્મના નિર્માતા શોબુ યાર્લાગડ્ડાએે સોશ્યલ મિડિયા પર સમાચાર મૂક્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતોસાથોસાથ તેમણે રશિયન ભાષામાં તૈયાર થયેલા ફિલ્મના ટીઝરને પણ રજૂ કર્યુ ંહતું. એની જોડાજોડ જપાનમાં રજૂ થનારા રૃપાંતરની ઝલક પણ રજૂ કરી હતી.

(6:02 pm IST)