Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

સિલ્વર સ્કિન પર આશુતોષ રાણા નજરે પડશે પત્ની રેણુકા સાથે

મુંબઈ:બોલીવુડ અભિનેતા આશુતોષ રાણાએ પોતાની અભિનય ક્ષમતાના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. અત્યાર સુધીની ફિલ્મ કારકિર્દીમાં આશુતોષ રાણાએ લગભગ તમામ પ્રકારના રોલ ખૂબ અસરકારક રીતે ભજવ્યા છે. જોકે હવે તેઓ પોતાની પત્ની સાથે એક ખાસ ફિલ્મમાં કામ કરવા માંગે છે. તાજેતરમાં આશુતોષે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, હું પોતાની પત્ની અને અભિનેત્રી રેણુકા શહાણે સાથે ફિલ્મમાં કામ કરવા ખૂબ ઉત્સુક છે. હું ઇચ્છુ છું કે મારી ફિલ્મનુ ડાયરેક્શન પણ રેણુકા પોતે કરે. 
આશુતોષે જણાવ્યુ હતું કે, રેણુકા એક ઉત્તમ ડાયરેક્ટર, અભિનેત્રી, સ્ક્રિનપ્લે રાઈટર છે. તે એક પટકથા તૈયાર કરી રહી છે. હું સમયની રાહ જોઈ રહ્યો છુ જ્યારે તે એક્શન અને કટ કહે. કારણકે હું જાણું છું કે એક અભિનેતા તરીકે મારી પાસે સૌથી સારુ કામ તે કરાવી શકે છે. ફિલ્મના શુટિંગ અંગે આશુતોષે જણાવ્યુ હતું કે, હવે મારા પુત્ર શૌર્યમનની ધોરણ૧૦ની પરીક્ષા આવી રહી છે. 
જેથી તેની પરીક્ષા બાદ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવશે. એક ફિચર ફિલ્મ હશે. રેણુકાએ - પટકથા લખી છે. જેમાંથી કોઈ એકની પસંદગી કરીને ફિલ્મ બનાવવામાં આવશે. ઉપરાંત એક શોર્ટ ફિલ્મ બનાવવાની પણ યોજના છે. જેની સ્ક્રિપ્ટ ટૂંક સમયમાં લખવામાં આવશે.

(6:01 pm IST)