Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

બોલીવૂડમાં જાણે લગ્નની મોસમ ખીલી હોય તેમ હવે

'હેટ સ્ટોરી 2' ફેઈમ સુરવીન ચાવલાએ લગ્ન કરી લીધાનું ટ્વિટર પર જાહેર કર્યું

મુંબઈ : બોલીવૂડમાં જાણે લગ્નની મોસમ ખીલી હોય તેમ અનુષ્કા અને ઈલીયાના પછી હવે 'હેટ સ્ટોરી 2' ફેઈમ સુરવીન ચાવલાએ ટ્વિટર પર પોતાના પતિ સાથેનો એક ફોટો શેર કરીને જણાવ્યું છે કે તેણે લગ્ન કરી લીધા છે. ફોટામાં સુરવીન લાલ રંગના ગાઉનમા અને તેનો પતિ વાદળી કલરના શુટમાં નજરે પડે છે, જોકે તેના પતિ વિષે વધારે કઈ ખુલાસો સુરવીને નથી કર્યો અને ફોટામાં પણ તેનો ચેહરો બરાબર દેખાતો નથી.

અમુક અખબારી એહવાલો મુજબ સુરવીને બહુ પેહલા, 28 મી જુલાઈ 2015ના રોજ લગ્ન કરી લીધા હતા, પણ જાહેર હમણાં કર્યું છે. એહવાલો મુજબ તેણે તેના બીઝનેસમેન પતિ અક્ષય ઠક્કર સાથે ઈટાલીમાં લગ્ન કર્યા હતા.

(6:06 pm IST)