Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હું મારી રીતે જીવન જીવવા ઇચ્છુ છું: કંગના

કંગના રનોૈત બોલીવૂડમાં પોતાની મહેનતથી આગળ આવી છે. આજે ટોચની અભિનેત્રીઓમાં તેની ગણના થાય છે. કંગના કહે છે કે હું હમેંશા મારી જાતને પ્રાથમિકતા આપુ છું. હું એવા સિધ્ધાંત પરનથી ચાલતી કે જ્યાં એવું કહેવાય છે કે છોકરીઓએ પોતાના વિશે વિચારવુ જોઇએ નહિ, છોકરીઓ બલિદાન માટે જ હોય છે. હું મારું જીવન મારી રીતે જીવવા ઇચ્છુ છું.

હું મારી ક્ષમતાનો ઉપયોગ કરવા ઇચ્છુ છું અને ખુદને ઓળખવાનો પ્રયાસ કરુ છું. મારુ જીવન માત્ર મારા ભાઇ, પતિ, પુત્ર કે મા માટે નથી. હું એવી મહાન નાયિકાઓની શ્રેણીમાં નથી જે બીજાને પોતાના કરતાં આગળ રાખે છે. કંગનાએ કહ્યું હતું કે જે મહિલા પોતાની પસંદથી આગળ વધતી હોય છે તેને હમેંશા વિદ્રોહી ગણાય છે. ૨૧મી સદીમાં પણ મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવવામાં મુશ્કેલી અનુભવે છે જે યોગ્ય નથી.

(12:09 pm IST)