Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સાથ નિભાના સાથિયામાં કૃતિકા દેસાઇની એન્ટ્રી

ટીવી શો સાથ નિભાના સાથીયાની પહેલી સિઝન સુપરહિટ નિવડ્યા પછી બીજી સિઝન શરૂ થયા પછી અમુક કલાકારોને દૂર કરવામાં આવ્યા છે. રૂપલ પટેલ, દેવોલીના ભટ્ટાચાર્ય અને મોહમ્મદ નઝીમના પાત્રો દુર થયા બાદ હવે નવા ચહેરાઓને લાવવામાં આવી રહ્યા છે. જેમાં બાલવીર રિટર્ન્સ અને તેનાલીરામા ફેઇન કૃતિકા અનંતની એન્ટ્રી થવાની છે. કોકીલાબેન પટેલ એટલે કે રૂપલ પટેલ હવે શોમાં જોવા નહિ મળે. આગળ જતાં ગોપી વહૂ એટલે કે દેવોલીના અને અહમ મોદી એટલે કે મોહમ્મદ નઝીમના પાત્રો પણ નીકળી જશે.

 નિર્માતા હવે શોને વધુ રસપ્રદ બનાવવા મહેનત કરશે. બીજી સિઝનમાં હર્ષ નાગર, આકાંક્ષા જુનેજા, સ્નેહા જૈન તો છે જ. હવે કૃતિકાની એન્ટ્રી થશે. જે અનંત (હર્ષ નાગર) અને ગેહના (સ્નેહા જૈન)ની જિંદગીમાં ઉથલ પાથલ મચાવશે. કૃતિકા દેસાઇએ અગાઉના શોમાં ખુબ સારુ કામ કર્યુ હોઇ તેને સાથ નિભાના સાથિયામાં તક મળી છે.

(9:46 am IST)
  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • જામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST

  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST