Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પુત્ર આર્યમનના ડેબ્યુની લઈને બોબીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈ: મોટા ભાઈ સની દેઓલના પુત્ર કરણના ડેબ્યુ પછી પુત્ર આર્યમનના ડેબ્યુની લઈને બોબીએ કહ્યું છે કે હજુ તેના પુત્રને ડેબ્યુ કરવાની વાર છે. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં બોબીએ કહ્યું કે આર્યમન હજી અભ્યાસ કરે છે. તે 18 વર્ષનો છે અને મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. આર્યમનને ભણવામાં આનંદ આવે છે. બોબીએ કહ્યું કે તેનો એક વિચાર છે કે તેનો દીકરો એક દિવસ અભિનયમાં જવા માંગશે. પરંતુ તે અભિનેતા બનશે કે નહીં તે નિશ્ચિતરૂપે કશું કહી શકાય નહીં. બોબીએ તેને કહ્યું હતું કે તેને જે પણ વ્યવસાયમાં જવું જોઈએ તે વિશે વિગતવાર વિચારવું.

(5:13 pm IST)