Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મલયાલમ સુપરસ્ટાર દુલકર સલમાન હવે થ્રિલર ફિલ્મમાં

મલયાલમ એકટર અને કારવા તથા ઝોયા ફેકટર જેવી હિન્દી ફિલ્મો કરી ચૂકેલો દુલકર સલમાન પોતાના અભિનય વડે બધાને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. હાલમાં દુલકર  દુબઈમાં ફિલ્મ કુરૂપનું શુટીંગ કરી રહ્યો છે. શુટીંગ દરમ્યાન આ અભિનેતાનો એક ફોટો લીક થયો છે. જેમાં તે દેસી લૂકમાં દેખાય છે. આ સિવાય તે ડિરેકટર જોય મેથ્યુની થ્રિલર ફિલ્મમાં પણ જોવા મળશે. જોય પહેલા સ્ક્રિપ્ટ રાઈટર હતા અને પછી તેઓ ડિરેકટર બન્યા છે.ઙ્ગઆ થ્રિલર ફિલ્મમાં દુલકર એકદમ જુદા અને પડકારજનક રોલમાં જોવા મળશે. દુલકરના ચાહકો તેને અલગ અલગ રોલમાં જોવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે દુલકર સાઉથ સુપરસ્ટાર મમૂટીનો દીકરો છે અને તે સારા વિષયની ફિલ્મો કરવાનું પસંદ કરે છે. તે સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં તો ખુબ જાણીતો જ છે જ, સાથે હવે બોલીવૂડમાં પણ તેના ચાહકો ઉભા થયા છે. 

(10:07 am IST)
  • ગુજરાતમાં ખેડૂતોને 31 ડિસેમ્બર પહેલા પાક વીમો મળી જશે: કૃષિ મંત્રી આર.સી.ફળદુ access_time 8:08 pm IST

  • અજીત પવાર ઉવાચ : પક્ષમાં ચાલુ જ રહીશ : એનસીપી નેતા અજીત પવારે કહ્યુ કે તે પોતાના પક્ષમાં ચાલુ જ રહેશે અને તે બાબતે વાદ - વિવાદ ઉભા કરવાનું કોઈ કારણ નથી access_time 12:57 pm IST

  • નેપાળમાં ખીણમાં બસ ખાબકતા 18 લોકોના મોત access_time 9:06 pm IST