Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

આમિર ખાને આ ફિલ્મ ફ્લોપ જતા દર્શકોની માંગી માફી...

મુંબઇયશ રાજની લેટેસ્ટ ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જોનારા તમામ દર્શકો મને માફ કરે. ફિલ્મ ફ્લોપ થવાની જવાબદારી હું સ્વીકારું છું એવું બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને કહ્યું હતું.'સામાન્ય રીતે સ્ક્રીપ્ટ પર મારી બાજનજર હોય છે. ફિલ્મની બાબતમાં મારું જજમેન્ટ ક્યાં ખોટંુ પડયું એનું પૃથક્કરણ હું હાલ કરી રહ્યો છું. દરમિયાન ફિલ્મ જોઇને  નિરાશ થયેલા સૌ દર્શકોની હું જાહેરમાં માફી માગું છું' એમ આમિર ખાને કહ્યું હતું.એના કહેવા મુજબ પોતે પણ દિવાળી પર રજૂ થયેલી ફિલ્મની નિષ્ફળતાથી સ્તબ્ધ થઇ ગયો હતો. પોતાની વ્યાવસાયિક જવાબદારી સ્વીકારતાં એણે કહ્યંુ કે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફ્લોપ નીવડવાની જવાબદારી મારી છે અને હું જવાબદારી સ્વીકારું છું. 'અમે અણીશુદ્ધ મનોરંજક ફિલ્મ બનાવવાના બેસ્ટ પ્રયાસો કર્યા હતા અને છતાં ક્યાંક કાંઇક ગડબડ થઇ ગઇ. ફિલ્મે ધાર્યો બિઝનેસ કર્યો નહીં. મને એેનો ખૂબ વસવસો છે. હું આઘાતમાંથી બહાર આવવાના પ્રયાસો કરી રહ્યો છું' એમ આમિર ખાને કહ્યું હતું.યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનર માટે વિજય કૃષ્ણ આચાર્યે નિર્દેશિત કરેલી ફિલ્મમાં પહેલીવાર અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે આવ્યા હતા. ઉપરાંત એમાં કેટરિના કૈફ અને દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ હતી. ફિલ્મ શરૃ થઇ ત્યારથી એના જબરદસ્ત પ્રચાર પ્રસિદ્ધિ કરવામાં આવ્યા હતા. પરંતુ દિવાળી પર રજૂ થયેલી ફિલ્મ રજૂ થયાના ચોથા દિવસે ધરાશાયી થઇ ગઇ હતી.

 

(4:58 pm IST)