Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

વેબ સિરીઝમાં સેન્સરશીપ હોવી જ ન જોઇએઃ વિક્રાંત

ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચી ગયેલા વિક્રાંત મસ્સીની નવી ફિલ્મોમાં જિગરી, કાર્ગો, પિંડદાન સહિત ચાર ફિલ્મો સામેલ છે. હાલમાં વિક્રાંત વેબસિરીઝ બ્રોકેન અને મિરઝાપુરમાં પણ મહત્વના રોલ નિભાવી રહ્યો છે. આ કારણે તે ખુબ ચર્ચામાં છે. મિરઝાપુર એમેઝોન પ્રાઇમ પર આવી રહ્રી છે. ઓલ્ટ બાલાજી પર બ્રોકેનની શરૂઆત થવાની છે. વિક્રાંતે કહ્યું હતું કે મને સતત સારી ઓફર મળી રહી છે. ડિઝીટલ પ્લેટફોર્મ  પર કામ કરવાની મજા આવે છે. અહિ નવા પડકારોનો સામનો કરવાની તક મળે છે. એવા પાત્રો ભજવવા મળી રહ્યા છે જે અત્યાર સુધી મળ્યા નહોતાં.  બ્રોકનમાં લવસ્ટોરી છે. આ શોમાં તે બેન્કરના રોલમાં છે. વિક્રાંત કહે છે ફિલ્મોમાં સેન્સરશીપ હોય તે બરાબર છે પરંતુ વેબસિરીઝમાં સેન્સરશીપ હોવી જ ન જોઇએ.

(2:42 pm IST)