Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રણબીર કપૂર-આલિયા ભટ્ટ ડિસેમ્બર સુધીમાં લગ્ન કરશે

રણબીર અને આલિયા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે : રણબીર કપૂર ટૂંકમાં ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ માટેના શૂટિંગને ૨૦૨૨માં શિફ્ટ કરી દીધું છે

મુંબઈ, તા.૨૭ : પાછલા લંબા સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાને ડેટ કરી રહ્યા છે તે વાત હવે છુપી નથી. આ કપલે ભલે પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ તેમણે આ વાત છુપાવી પણ નથી. રણબીર કપૂર તો સોશિયલ મીડિયા પર નથી, પરંતુ આલિયા ભટ્ટ અવારનવાર રણબીરને લગતી પોસ્ટ શેર કરતી હોય છે. કપૂર પરિવારના મુખ્ય ફંક્શનોમાં આલિયા ભટ્ટની હાજરી અચૂક હોય છે. આ વર્ષે રણબીરે પોતાના જન્મદિવસની ઉજવણી પણ આલિયા ભટ્ટ સાથે કરી હતી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન બાબતે પણ કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યુ પરંતુ ચર્ચા થઈ રહી છે કે આ કપલ ડિસેમ્બરના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. રણબીર અને આલિયા બન્ને ડિસેમ્બર મહિનામાં પોતાની ડેટ્સ ખાલી રાખી છે. રણબીર કપૂર ટુંક સમયમાં કબીર સિંહના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ માટે શૂટિંગ શરુ કરવાનો હતો. પરંતુ રણબીરે શૂટિંગ મુલતવી રાખી છે. તેણે શૂટિંગને ૨૦૨૨માં શિફ્ટ કરી દીધી છે. આલિયા ભટ્ટ પણ પોતાના તમામ પ્રોજેક્ટ્સ સમાપ્ત કરીને ડિસેમ્બરમાં ફ્રી થવા માંગે છે. રણબીર અને આલિયા બન્ને પોતાના જીવનના આ ખાસ અવસર પર ફોકસ કરવા માંગે છે. આલા ભટ્ટ પણ પોતાની ફિલ્મ ડાર્લિંગના શૂટને સમાપ્ત કરીને માત્ર ગંગુબાઈ કાઠિયાવાડી માટે પ્રમોશન કરશે. ત્યારપછી ફરહાન અખ્તરની ફિલ્મ માટે જાન્યુઆરી ૨૦૨૨થી શૂટિંગની શરુઆત કરશે. રણબીર કપૂર પણ પોતાની ફિલ્મ શમશેરાના પ્રમોશનને ટાઈમ આપશે. રણબીર અને આલિયાના આ શિડ્યુલને જોતા લાગી રહ્યું છે કે ડિસેમ્બરમાં તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા છે.

રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રની પણ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં બન્ને પહેલીવાર સાથે જોવા મળશે. ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ છે. હવે આ ફિલ્મ તેમના લગ્ન પહેલા રીલિઝ થશે કે પછી તે જોવાની વાત છે.

 

(7:44 pm IST)