Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

'એશિયાના ઇન્ટરનેશનલ' મેગેઝિનના કવર પર બ્રાઇડલ લૂકમાં ચમકી પરિણિતી ચોપરા

 મુંબઈ: બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી પરિણિતી ચોપરા આ વખતે 'Asiaana International' મેગેઝીનના કવર પેજના બ્રાઈડલ લુકમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે.તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કવર પેજ પરની તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, "લંડનમાં શૂટિંગ કરવાની હંમેશા મજા આવે છે. આ વખતે 'એશિયાના ઈન્ટરનેશનલ'ની કવર ગર્લ બનવાની છે." શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી પાંચ અલગ-અલગ બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. પરિણીતીએ એક તસવીરમાં લાલ રંગનો લહેંગા, બીજી તસવીરમાં ગોલ્ડન કલરનો અને અન્ય ત્રણ તસવીરોમાં વિવિધ પ્રકારના સફેદ રંગનો લહેંગા પહેર્યો છે. આ તમામ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

(5:03 pm IST)