Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આ ભુમિકા માટેની પ્રશંસા અવિશ્વસનીય છેઃ સુધાંશુ પાંડે

ભારતમાં છેલ્લા બે દાયકમાં ટીવીના દર્શકો ખુબ જ વધી ગયા છે. ટેલિવિઝન આજે મનોરંજનના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. તાજેતરમાં અભિનેતા  સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે મને લાગે છે કે હવે ફિલ્મોની જેમ ટીવી માટે પણ રાષ્ટ્રીય પુરષ્કાર હોવો જોઇએ. આ માટે તે તે વિવિધ ક્ષેત્રમાંથી સમર્થન મેળવવા  એક ઝુંબેશ શરૂ કરવાનો છે, આ માટે સરકારી અધિકારીઓનો સંપર્ક પણ કર્યો છે.  સુધાંશુ કહે છે મેં ૧૯૯૮માં ટેલિવિઝનથી મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા સમય પછી મેં ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને તે સાથે ટીવીનું કામ ચાલુ રાખ્યું હતું. મેંે વેબ શો પણ કર્યા છે. ગયા વર્ષે ફરી ટીવી શો અનુપમા માટે મુખ્ય રોલ ઓફર થતાં નિર્માતા રાજન મારા મિત્ર હોઇ હું તેને ના કહી શકયો નહોતો. મારી ભૂમિકા માટે મને જે પ્રતિસાદ અને પ્રશંસા મળી છે તે અવિશ્વસનીય છે. આ ટીવીને કારણે જ થઇ શકે. ટીવી કલાકારો, ટેકનિશિયન અને માધ્યમ સાથે સંકળાયેલા દરેકને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય પુરસ્કારો માટે વિચારવું જોઇએ.

(10:11 am IST)