Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ફિટનેસને હું ગંભીરતાથી લઉ છું: નમિશ તનેજા

ફિટનેસ બધા માટે ખુબ મહત્વની બાબત છે. સ્વસ્થ જીવન જીવવાની બાબતમાં કદી પણ બેદરકાર રહેવું જોઇએ નહિ. ટીવી સ્ટાર નમિશ તનેજા ફિટનેસની બાતમાં સતત ચિંતીત રહે છે. તે કહે છે બધાએ સ્વસ્થ જીવન પ્રત્યે હમેંશા ગંભીર રહેવું જોઇએ. સવારે ઉઠતાની સાથે દેશી ડાન્સ કરવો એ મારી દિનચર્યા છે. હું હમેંશા લિટિનો ઉપયોગ કરવાનું ટાળુ છું અને દાદરા ચડ-ઉતર કરતો રહુ છું. જુડો પુશઅપમાં મને ખુબ આનંદ મળે છે. હું એ કામ સતત કરુ છું જેનાથી કેલરી બળે. કયારેક ત્રીસ મિનીટનું વોકીંગ તો કયારેક પંદર મિનીટનો દેશી ડાન્સ તમારી કેલરી બાળવામાં યોગ્ય બની રહેતા હોય છે. દેશી ગીતો પર નાચવાનું અદ્દભુત હોય છે. લગભગ રોજ સવારે હું દેશી ડાન્સ કરી લઉ છું. નમિષ કહે છે કઠીન વ્યાયામ કરવો અને જીમમાં ખુબ પૈસા ખર્ચવા જરૂરી નથી. તમે ડાન્સ કરો, વોકીંગ કરો, સાઇકલીંગ કરો આ બધુ પણ ફિટનેસ માટે પુરતું હોય છે. હું ફિટનેસને ખુબ ગંભીરતાથી લઉ છું. જો કે માતા હાથના દેશી ઘીના મલાઇવાળા પરોઠા ખાવાનું હું ચુકતો નથી. નમિશ એ મેરે હમસફર શોમાં વેદ કોઠારીના રોલમાં જોવા મળી રહ્યો છે.

(10:12 am IST)