Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ભારતનો દરેક વ્યક્તિ રમત સાથે જોડાયેલો છે: અક્ષય કુમાર

મુંબઈ: રમત માટે પ્રેમ અને ક્ષમતા હોય છે. જરૃર માત્ર એ સ્પોર્ટને વિકાસવવાની હોય છે.  'ભારતમાં દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી એકાદ રમતને અપનાવી લેવી જોઇએ. એનાથી વ્યક્તિનો વિકાસ થવા ઉપરાંત રોજિંદું જીવન કંટાળાજનક બની જતું નથી. આમ તો દરેક વ્યક્તિમાં એકાદી રમતનાં બીજ પડેલાં હોય છે. માત્ર એ બીજ અંકુુરિત થાય એ માટે થોડી જહેમત ઊઠાવવાની જરૃર હોય છે. પરંતુ આળસ અને બેદરકારીના કારણે માણસ સ્પોર્ટની લાગણીને વિકસાવતો નથી' એમ અક્ષય કુમારે કહ્યુ ંહતું.ખુદ અક્ષય કુમાર વિવિધ માર્શલ આર્ટસ્નો અભ્યાસી છે અને દેશમાં વધી રહેલા બળાત્કારના બનાવોના સંદર્ભમાં એણે કન્યાઓના સ્વરક્ષણ માટે મફત માર્શલ આર્ટસ્ શીખવવાના શિબિરો પણ યોજ્યા હતા.તાજેતરમાં એણે હૉકીમાં મળેલા ગોલ્ડ મેડલની કથા પર આધારિત ફિલ્મ ગોલ્ડ કરી હતી જે ૧૦૦ કરોડની આવકના આંકને વટાવી ગઇ હતી.એણે કહ્યું હતું કે મને સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો કરવાની વધુ ગમે છે અને એમાં પણ સ્પોર્ટલક્ષી ફિલ્મ હોય તો હું પહેલી પસંદગી આપું છું.

(5:25 pm IST)