Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રણવીરસિંહ અને દિપીકા પાદુકોણના લગ્નની તૈયારીઃ કરણ જોહરે અતરંગી વસ્‍તુ ગીફ્ટ આપી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે પરણી જવાના છે. બધાને જાણવાની ઈંતજારી છે કે લગ્નના દિવસે દીપિકા શું પહેરવાની છે. પરંતુ સાથે સાથે લોકો રણવીર સિંહ શું પહેરવાનો છે તેની પણ મજાક ઉડાવી રહ્યા છે.

કરણ જોહરે આપી વિચિત્ર ગિફ્ટઃ

રણવીર સિંહ તેના અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતો છે. રણવીર તેના લગ્નના દિવસે ઘાઘરો પહેરશે એવા મીમ્ઝ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. હવે ચર્ચા એવી છે કે રણવીર સિંહને કરણ જોહરે એક અતરંગી વસ્તુ ગિફ્ટ કરી છે.

3.5 લાખનો ટ્રેક સૂટઃ

મિડ-ડેના રિપોર્ટ મુજબ કરણ જોહર રણવીર સિંહ માટે એક ખૂબ રંગબેરંગી ટ્રેકસૂટ ખરીદી લાવ્યો છે. નવાઈની વાત છે કે વિચિત્ર ટ્રેકસૂટની કિંમત 3.5 લાખ રૂપિયા છે.

કરણ તેના કપડા રણવીરને આપી દે છેઃ

કૉફી વિથ કરણના આગામી એપિસોડમાં રણવીર સિંહે જાહેર કર્યું કે કરણ જોહર વિચિત્ર આઉટફિટ્સ ખરીદવાનો શોખીન છે પરંતુ તેને ઘરે આવીને જ્યારે લાગે કે તે આઉટફિટ્સ કેરી નહિં કરી શકે ત્યારે કરણ તે આઉટફિટ્સ તેને મોકલાવી દે છે.

(5:16 pm IST)