Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ત્યારે ગૌતમને આશ્ચર્ય થયું હતું

અભિનેતા ગોૈતમ રોડે હાલમાં જ એમએકસ પ્લેયર પર રિલીઝ થયેલી વેબ સિરીઝ નકાબમાં પોલીસ અધિકારીના રોલમાં જોવા મળ્યો છે. ગોૈતમે કહ્યું હતું કે આ સિરીઝના શુટીંગના પ્રારંભે જ્યારે હું પહેલી જ વખત આ શોમાં જોહરા મહેરાની ભુમિકા નિભાવી રહેલી મલ્લીકા શેરાવતને મળ્યો ત્યારે તેણે તેની સામે જોયું પણ નહોતું અને એ ત્યાંથી નીકળી ગઇ હતી. આ કારણે પોતાને આશ્ચર્ય થયું હતું અને હસવુ પણ આવ્યું હતું. એ પછી એક દ્રશ્યના શુટીંગ પછી તરત જ મલ્લીકા દોડીને આવી હતી અને ગળે મળી માફી માંગી હતી. હકિકતમાં તો નિર્દેશકે જ તેને પાત્રમાં ઉંડા ઉતરવા અને ગોૈતમ તથા એશાને નજરઅંદાજ કરવા સુચના આપી હતી. પાત્રોમાં બંધાઇ રહેવા માટે કલાકારોએ આવુ કરવું પડતું હોય છે. નકાબના પોતાના પાત્રથી ગોૈતમ ખુબ જ ખુશ છે. તે કહે છે અમે બધાએ આ શો માટે ખુબ મહેનત કરી છે.

(9:50 am IST)