Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 4'નું ટ્રેલર રિલીઝ

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ ' હાઉસફુલ 4' નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર જોતા ખ્યાલ આવે છે કે અક્ષય કુમાર , ક્રિતિ સેનન , બોબી દેઓલ , રિતેશ દેશમુખ , પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદાનો પુર્નજન્મ થાય છે. વર્ષ 1419 ના સીતમગઢ તથા વર્ષ 2019 લંડન વચ્ચેની સફરની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. આ ફિલ્મ દીવાળી પર એટલે કે 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

 ' હાઉસફુલ 4' નું ટ્રેલર સારું છે. ટ્રેલરમાં અઢળક જોક છે અને અક્ષય કુમાર-રિતેશ દેશમુખની કોમેડી જોવાની મજા પડી જાય છે. આ ઉપરાંત ફિલ્મમાં ક્રિતિ સેનન , પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદાએ એક્શન પણ કરી છે. ફિલ્મમાં રાણા દગ્ગુબાતીએ પહેલવાનનો રોલ કર્યો છે તો નવાઝે બાબાનો રોલ કર્યો છે. 

(5:50 pm IST)