Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નવાઝુદીનનું 'બોલે ચૂડિયાં'નું ટીઝર રિલીઝ થયું

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકી અને બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ફિલ્મ 'બોલે ચૂડિયાં'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીન ઓન-સ્ક્રીન પહેલી વખત રોમાન્સ કરતો જોવા મળશે ત્યારે તેના ચાહકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા છે.

                   આ ફિલ્મમાં પહેલા મૌની રોય હતી પણ અમુક કારણોસર તેણે ફિલ્મ છોડતા તે ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તમન્ના ભાટિયા નવાઝની ઓપોઝીટ જોવા મળશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન એક ગીતને રેપ કરતો પણ જોવા મળશે જેનું ટાઈટલ હશે 'સ્વેગ ચૂડિયાં'.

(5:48 pm IST)